General Knowledge

જાણો શું છે Citizenship Amendment Bill ? CAB થી કોને થશે ફાયદો !

આજે આપણે ચર્ચા કરવાની છે CAB નાગરિક્તા સંશોધન બિલ વિશે. CAB  નુું  બિલ વર્તમાન સરકારના ગૃહમંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતુ, જેની બહુમતી રાજ્યસભા અને લોકસભામાં મળ્યા બાદ એની મંજૂરી રાષ્ટ્રપતિ  દ્વારા આપવામાં આવી. CAB  હમણાથી બહુ ચર્ચિત રહ્યુ છે.  ક્યાંક લોકો એનુ સમર્થન કરે છે તો ક્યાંક વિરોધ. આજે  CAB માં આપણે જાણીશુ, CAB શું છે ? કોના માટે છે ? શા માટે લાવવામાં આવ્યો ? એની અંદર કઈ કઈ જોગવાઈઓ છે ? અને બીજુ ઘણુય. Citizenship Amendment Bill ની માહિતી માત્ર અમે જાણકારી માટે જ અહી આપી રહ્યા છીએ.

 

 

પરિચય :-
CAB એટલે નાગરિક્તા સંશોધન બિલ. જેમાં પાડોશી દેશોના એવા અલ્પસંખ્યક કે લઘુમતીઓને ધર્મના આધાર પર જૂલ્મ કરવામાં આવ્યા હોય અથવા તો હેરાન કરવામાં આવ્યા હોય એવા લોકોને ભારત દેશની નાગરિક્તા આપવાનો કાયદો છે.        બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન જેવા દેશોમાંથી ભારત આવેલ શરણાર્થીઓને માન પૂર્વક કાયદાકીય રીતે નાગરિક્તા આપવાનું અને વસવાટ કરવા અંગેનો કાયદો છે. આ કાયદાના અનુસંધાને અલ્પસંખ્યકોમાં હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ ધર્મના લોકોનો સમાવેશ કરવામાં આવે છે.

વિગતવાર માહિતી (Citizenship Amendment Bill) :-

Citizenship Amendment Bill

■ નાગરિક્તા સંશોધન અધિનિયમ – 2019 બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાનમાં રહેલા અલ્પસંખ્યકો કે જેનુ  ધર્મના  નામે હેરાન કરવામાં આવે છે એવા લોકોને ભારતની નાગરિક્તા આપવાની બાબત સાથે સંબંધિત છે. આ દેશોમાં પાછલા કેટલાય દાયકાઓથી હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ લોકો પર શારીરિક તેમજ માનસિક રીતે ત્રાસ  ગુજારવામાં આવ્યો છે, જેનાથી કંટાળીને સમયાંતરે આ ધર્મના અનુયાયીઓ ભારતની શરણે આવેલા છે. પરંતુ એ સમયે આ  લોકો પાસે ટેકનિકલી તેમજ કાયદાકીય રીતે ભારતની નાગરિક્તા પ્રાપ્ત કરવા માટેના ઠોસ સબૂત નહોતા. માટે આ લોકો આજ સુધી એક ભારતીય નાગરિકને મળતી સુવિધાઓથી વંચિત રહ્યા છે. આપણા પાડોશી દેશોમાં રહેલા અલ્પસંખ્યકો પર ખાસ કરીને હિંદુઓને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવુ, નરસંહાર, બલાત્કાર, એની સંપત્તિઓને પર  ગૈરકાનૂની રીતે જપ્ત કરવી અથવા નુકસાન પહોંચાડવુ વગેરે જેવી બાબતો સહન કરવી પડે છે. અને આ બધાથી બચીને  જ્યારે આ શરણાર્થીઓ ભારત આવે છે તો અહીંયા એ લોકોને શિક્ષણ, આરોગ્ય અને  બીજી ઘણી સુવિધાઓ મળી શક્તી  નહોતી. જે પૂર્ણ રૂપથી માનવીય અધિકારોનું હનન કહેવાય.

■ નાગરિક્તા સંશોધન બીલ – 2019 કે જે ભારતના ગૃહમંત્રી દ્વારા રજૂ    કરવામાં આવ્યુ હતુ, જેને લોકસભા અને રાજ્યસભા એમ બન્નેમાં બહુમતી મળી હોવાથી, તેને મંજૂર કરવામાં આવ્યુ. 12 ડિસેમ્બર, 2019ના રોજ આ બિલને કાયદા તરીકે  રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપવામાં આવી. આ કાયદો ઈતિહાસના પાના પર સ્વર્ણ અક્ષરે લખાશે અને  ધર્મના આધારે તડીપાર થયેલા શરણાર્થીઓને સ્થાયી રાહત આપશે.

■ નાગરિક્તા સંશોધન બીલ – 2019 માં આપણા પાડોશી દેશમાંથી ધાર્મિક દમનને કારણે ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિક બનાવવાની જોગવાઈ છે.

■ આના ઉદ્દેશ્યો તેમજ કારણોમાં કહેવાયુ છે કે એવા શરણાર્થીઓ કે જેઓ 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં પ્રવેશ કરી લીધો છે, એવા લોકોને પોતાની નાગરિક્તા સંબંધીત વિષયો માટે એક વિશેષ કાયદાકીય વ્યવસ્થાની જરૂરત છે. એટલે કે  ગમે એમ નાગરિક્તા નહીં પણ કાયદાકીય રીતે બધા જ પુરાવાઓ સાથે નાગરિક્તા આપવાનો છે.

■ નાગરિક્તા સંશોધન બીલ – 2019 માં કહેવાયુ છે કે, અગર એવુ કોઈ વ્યક્તિ જે નાગરિક્તા પ્રાપ્ત કરવાની બધી જ શરતો કરે  છે, ત્યારે કાયદાને અંતર્ગત નક્કી કરવામાં આવતો સક્ષમ પ્રાધિકારી , કાયદાની કલમ 5 કે 6 અંતર્ગત એવા વ્યક્તિઓના આવેદન પર વિચાર કરતા સમયે એના વિરુદ્ધ એક “ગેર પ્રવાસી” ગણી એની પરિસ્થિતી કે નાગરિક્તા સંબંધી વિષય પર  વિચાર નહી કરશે.

■ નાગરિક્તા સંશોધન બીલ – 2019 બનવાની પહેલા ભારતીય મૂળના ઘણા લોકો (પાડોશી દેશોના અલ્પસંખ્યકો) નાગરિક્તા કાયદો – 1955 ની કલમ – 5 ને અંતર્ગત જ્યારે નાગરિક્તા માટે આવેદન કરતા અને જો એ લોકો પોતાની ભારતીયતાનો સબૂત દેવામાં અસમર્થ રહેતા, તો ત્યારે એ લોકોને કલમ – 6 મુજબ “પ્રાકૃતિકરણ” નો પ્રૂફ આપીને નાગરિક્તા માટે આવેદન કરવુ પડતુ. આ પ્રોસેસ એ લોકોને ઘણા અવસરો અને લાભોથી વંચિત રાખતુ. એટલા માટે નાગરિક્તા કાયદો – 1955 ની ત્રીજી અનુસૂચિનું સંશોધન કરીને આ દેશોના અમુક સમુદાયોના આવેદનોને પ્રાકૃતિકરણ ને આધારે નાગરિક્તા આપવાને પાત્ર બનાવાયા હતા. હવે, ભારતના રહેવાસી છીએ એવુ સાબિત કરવા માટે આ લોકોને 11 વર્ષને બદલે 5 વર્ષ માટે પોતાના રહેણાંકનો સમય પ્રમાણ કરવો પડશે.

■ નાગરિક્તા સંશોધન બીલ – 2019 માં હાલમાં ભારતમા રહેતા વિદેશી નાગરિકો કે જેની પાસે ભારતીયતાનું કાર્ડ છે તેને રદ કરતા પહેલા એ લોકોની સુનાવણીનો અવસર આપવાની જોગવાઈ છે.

બીલની મુખ્ય બાબતો :-

■ આ બિલને અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફ્ઘાનિસ્તાન જેવા દેશોમાંથી ધાર્મિક ઉત્પીડનને કારણ ત્યાંથી આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ ધર્મના લોકોને ભારતની નાગરિક્તા આપવામાં આવશે.

■ 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવેલા શરણાર્થીઓ ભારતીય નાગરિક્તા માટે સરકાર પાસે આવેદન (અરજી) કરી શકશે.

■ અત્યાર સુધી ભારતની નાગરિક્તા પ્રાપ્ત કરવા માટે 11 વર્ષ સુધી ભારતમા સ્થાયી રહેવાનુ અનિવાર્ય હતુ જે બદલીને 5 વર્ષ કરવામાં આવ્યુ.

■ અલ્પસંખ્યકો પર એના દેશમાં અવૈદ્ય રહેણાંકને લઈને એના પર કોઈ પણ કાનૂની કેસ ચાલતો હશે તો તેની કોઈ જ અસર ભારતમા નાગરિક્તા લેવાની બાબતમાં નહી થાય.

■ ઓ.સી.આઈ (ઓવરસીઝ સીટીઝનશીપ ઈન્ડિયા – અર્થાત્ત ભારતની વિદેશી નાગરિક્તા) કાર્ડ ધારક જો કોઈ શરતોનું ઉલ્લંઘન કરે તો એ લોકોનું કાર્ડ રદ કરવાનો અધિકાર કેંદ્ર સરકારનો રહેશે અને એ જ માન્ય ગણાશે.

વિધેયકનો ઉદ્દેશ્ય :-

■ આ વિધેયકનો ઉદ્દેશ્ય કરોડો લોકોને સમ્માન સાથે જીવવાનો અવસર પ્રદાન કરશે.

■ પાડોશી દેશમાંથી આવેલા અલ્પસંખ્યકોને પણ જીવવાનો અધિકાર છે. આ ત્રણ દેશોમાં છેલ્લા અમુક વર્ષોમાં અલ્પસંખ્યકોની આબાદીની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. દર વર્ષે આ અલ્પસંખ્યકોનો વધતો જતો ઘટાડા દર એ દર્શાવે છે કે કાં તો આ લોકોને મારી નાખવામાં આવ્યા હશે, કાં તો જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવ્યુ હશે અથવા તો કંટાળીને શરણાર્થી બનીને ભારતમાં આવ્યા હશે.

■ આ વિધેયકનો ઉદ્દેશ પાડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓને સંરક્ષણ કરવાનો છે.

■ ભારતના અલ્પસંખ્યકોને આ બિલથી કોઈ હાની નહી થાય.

■ આ બિલનો ઉદ્દેશ્ય એ લોકોને સમ્માનની સાથે જીવવાનો અધિકાર દેવાનો છે જે લોકો કેટલાય દાયકાઓથી પીડિત છે.

■ આ બિલ એવા નિશ્ચિત વર્ગના લોકો માટે છે જેને એનો ધર્મ પાળવો એ આ ત્રણ દેશોમાં અનુકૂળ ન હોય અને એ લોકોનું ધાર્મિક રીતે હનન કરવામાં આવતુ હોય.

■ આમાં આ ત્રણ દેશોમાંથી આવેલા અલ્પસંખ્યકોને જ નાગરિક્તા દેવાની જોગવાઈ છે.

કોને મળશે નાગરિક્તા :-

■ પાકિસ્તાન, અફ્ઘાનિસ્તાન અને બાંગ્લાદેશ – આ ત્રણ દેશોની સીમા ભારતને સ્પર્શે છે. આ ત્રણ દેશોમાં રહેતા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ ધર્મના લોકો તેમજ ત્યાના લઘુમતી કોમના લોકો કે જે કોઈ પણ સમયે ભારતની શરણે આવેલા હોય, એવા લોકોને નાગરિક્તા આપવાની જોગવાઈ આ બિલમાં છે.

■ પાડોશી દેશોમાંથી આવેલા એવા અલ્પસંખ્યકો જે ભારતના બંધારણની જોગવાઈઓ/કાયદાની વિરુદ્ધ નથી જતા અથવા તો એનું ઉલ્લંઘન નથી કરતા , એવા લોકોને ઉચિત આધાર પર નાગરિક્તા પ્રદાન કરવાની જોગવાઈ છે.

જોગવાઈઓ :-

■ ધાર્મિક દમનને આધારે જે લોકો આવેલા હોય , એને નાગરિક્તા દેવાનો છે.

■ હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ઈસાઈ ધર્મના લોકો જે આપણા પાડોશી દેશોમાંથી આવે છે , એ લોકોને અવૈદ્ય પ્રવાસી નહીં માનવામાં આવશે.

■ ઉપરોક્ત ધર્મના લોકો ધાર્મિક ઉત્પીડનને કારણે ભારતની નાગરિક્તા માટે નક્કી કરેલા નિયમો અને શરતો અનુસાર પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે, તો એ માધ્યમથી એ લોકોને નાગરિક્તા આપવામાં આવશે.

■ આ પ્રવાસીઓ અગર નાગરિક્તા અધિનિયમ – 1955 ની કલમ 5 અથવા તો ત્રીજી અનુસૂચિની શરતો પૂરી કરે અને ઉપરાંત નાગરિક્તા પ્રાપ્ત કરી લે છે, તો એજ દીવસથી એ લોકોને નાગરિક્તા આપવામાં આવશે જે દિવસથી એ લોકો ભારતમાં આવ્યા હોય.

■ પશ્ચિમ બંગાળમાં ઘણા બધા શરણાર્થીઓ આવેલા છે. એ શરણાર્થી 31 ડિસેમ્બર, 2014 ની પહેલા કોઈ પણ દિવસે અને વર્ષે આવેલા હશે એ લોકોને નાગરિક્તા આપવામાં આવશે, જે દિવસથી તેઓ ભારત આવ્યા હોય.

■ આનાથી એ લોકોને કોઈ પણ જાતની legal consequence face (કાયદાકીય બાધાઓનો સામનો ) નહી કરવો પડે.

■ આ અલ્પસંખયકો ઉપર જો કોઈ પણ જાતની કોર્ટ-કેસની કાર્યવાહી ચાલતી હશે તો એ આ બિલની જોગવાઈથી જ અહી સમાપ્ત થઈ જશે.

■ અગર આવેદક કોઈ પણ પ્રકારનો અધિકાર યા મંજૂરી લે છે તો આ જોગવાઈ મુજબ એ  અધિકાર કે મંજૂરી આપવામાં આવશે.

■ બહારના દેશોમાંથી આવેલ શરણાર્થીએ ભારતમાં કોઈ નાનો સૂનો ધંધો કે દુકાન ખોલીને ધંધો કરે છે, તો કાનૂનની દ્રષ્ટિએ ભલે ગૈરકાનૂની હોય પરંતુ આ બિલ એ લોકોને પ્રોટેક્ટ કરશે. એટલે કે ભારતમાં રહીને જે કાઈ અર્થ ઉપાજનની ક્રિયા કરે છે તેને આ બિલ રેગ્યુલરાઈઝ કરશે.

તો આ માહિતી હતી નાગરિક્તા સંશોધન કાયદાની. વસુધૈવ કુટુમ્બકમની ભાવના ધરાવતા વટવૃક્ષ સમાન આપણા દેશમાં શરણાર્થીઓને સમ્માનપૂર્વક આશરો આપવાનું છે. પોલીટીકલ ઈશ્યુ ભલે જે હોય તે, પણ આ બિલથી કેટ કેટલાય દાયકાઓથી ભટકતા અને ત્રસ્ત લોકોને નાગરિક્તા મળશે જેમ અનાથ બાળકને એક પિતાનું નામ અને ઘર મળે છે એ રીતે.

Leave a Comment