આજે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહીયા છીએ, ગુજરાતના ઈતિહાસના સામાન્ય જ્ઞાનના સવાલો. આ ક્વિઝમાં સવાલો હશે ગુજરાતના ઈતિહાસને લગતા એટલે કે રાજાઓના, શાસકોના, વંશોના, યુગોના, તેમણે કરેલા કાર્યોના તેમજ બીજા ઘણા જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. General Knowledge in Gujarati Questions and Answers તમારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને તમારા થી કેટલા સોલ્વ થયા એ અમને કમેન્ટ માં જણાવો.
General Knowledge in Gujarati Questions and Answers
ગુજરાતના ઈતિહાસમાંં ઘણાય પરાક્રમી રાજાઓ થઈ ગયા જેમણે પરાક્રમથી અને ન્યાયપ્રિયતાથી અનેક પ્રસિદ્ધિ પામી છે. ગુજરાતના મહારાજાઓ કલાપ્રેમી અને ધર્મપ્રેમી હોવાથી તેઓએ ઘણી જગ્યાએ કલાત્મક મંદિરો બંધાવ્યા છે, જે અત્યારે એ સમયનો જાજારમાન ઈતિહાસ બતાવે છે. આ ક્વિઝમાં દરેક યુગના શાસકોનો સમાવેશ થયો છે. મહાભારત કાળથી લઈને બ્રિટીશ કાળ સુધી તેમજ આઝાદ ભારત સુધીના સમયમાં જે પણ ઘટનાઓ બની છે તેના સવાલો છે. આશા રાખીએ છીએ કે આ સવાલો તમારી માટે ખૂબ જ માહિતીસભર થાય , તમારા કરીયર માટે.
General Knowledge Questions and Answers in Gujarati
1. સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી ક્યા રાજ્યના હતા ?
(A) કર્ણાટક(B) કેરલ(C) પશ્ચિમ બંગાળ(D) રાજસ્થાન
2. ગુજરાતમાં ડાઈનાસોરના અવશેષો ક્યાં મળી આવેલ છે ?
(A) બાલાસિનોર(B) કચ્છ(C) ગીર(D) પાટણ
3. ક્યા વંશના સમયગાળાને ‘સુવર્ણયુગ’ ગણવામાં આવે છે ?
(A) ચુડાસમા વંશ(B) ચાવડા વંશ(C) ખીલજી વંશ(D) સોલંકી વંશ
4. સુરેંદ્રનગરમાં કઈ સભ્ય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા ?
(A) ધોળાવીરા(B) રંગપુર(C) મોંહે – જો – દડો(D) લોથલ
5. સોલંકીયુગના પ્રથમ શાસકનું નામ જણાવો.
(A) મૂળરાજ સોલંકી(B) ભીમદેવ(C) સિદ્ધરાજ જયસિંહ(D) કુમારપાળ
6. સુદર્શન નામનું જળાશય કોણે બંધાવ્યુ હતુ ?
(A) ચંદ્રગુપ્ત(B) અશોક(C) ધનાનંદ(D) પુષ્યગુપ્ત
7. ધર્માદિત્ય તરીકે ઓળખાતા રાજા શીલાદિત્ય ક્યા યુગના હતા ?
(A) સોલંકીયુગ(B) ગુપ્તયુગ(C) મૈત્રકયુગ(D) મૌર્યયુગ
8. ગુજરાતમાં સ્થાયી થયેલા ઈરાનના જરથોસ્તીઓ ક્યા નામે ઓળખાય છે ?
(A) સિંધી(B) પારસી(C) એંગ્લો ઈન્ડિયન(D) સિદી
9. સોમનાથ મંદિર ક્યારે લૂંટાયુ હતુ ?
(A) 6 એપ્રિલ, 1110(B) 12 ફેંબ્રુઆરી, 1026(C) 20 માર્ચ, 1200(D) 7 જાન્યુઆરી, 1026
10. કોના આક્રમણથી મૈત્રકયુગના શાસનનો અંત આવ્યો હતો ?
(A) આરબો(B) મુઘલો(C) અફ્ઘાની(D) અંગ્રેજો
11. રૂદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?
(A) કુમારપાળ(B) મીનળદેવી(C) મૂળરાજ સોલંકી(D) રાજા ભોજ
12. આબુમાં આરસનું મંદિર કોણે બંધાવ્યુ હતુ ?
(A) વસ્તુપાળ(B) વિમલમંત્રી(C) સિદ્ધરાજ જયસિંહ(D) અશોક
13. સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજાને હરાવીને ક્યુ ઉપનામ ધારણ કર્યુ હતુ ?
(A) અવંતીનાથ(B) સિદ્ધહેમ(C) સિદ્ધવિજય(D) માળવાનાથ
14. સોલંકી વંશને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
(A) ચૌલ(B) શિવભક્ત(C) ચૌલુક્ય(D) રાષ્ટ્રકૂટ
15. તઘલક યુગની શરૂઆત કઈ સાલથી થઈ હતી ?
(A) 1330(B) 1320(C) 976(D) 1400
16. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી ?
(A) 871(B) 1320(C) 1100(D) 1411
17. હિંમતનગરનું પ્રાચીન નામ જણાવો.
(A) અહમદનગર(B) કર્ણાવતી(C) હિંમતપુર(D) હાથમતી
18. ગુજરાત રાજ્યના મુસ્લિમ શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો ?
(A) મહમદ ઘોરી(B) મેહમૂદ બેગડો(C) બહાદૂરશાહ ઝફર(D) અહમદશાહ બાદશાહ
19. ગુજરાતમાં સલ્તનત યુગનો અંત કઈ સાલમાં થયો હતો ?
(A) 1320(B) 1472(C) 1551(D) 1572
20. મુઘલયુગના સમયગાળામાં ક્યા શહેરને ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણવામાં આવતુ હતુ ?
(A) સુરત(B) અમદાવાદ(C) નવસારી(D) પાટણ
21. 1857 ના સંગ્રામના પ્રણેતા કોણ હતા ?
(A) મંગલ પાંડે(B) રાણી લક્ષ્મીબાઈ(C) ભગતસિંહ(D) તાત્યા ટોપે
22. ભારતમાં બ્રિટીશરોનું આગમન ક્યારે થયુ હતુ ?
(A) 1700(B) 1600(C) 1800(D) 1818
23. ભારતમાં સશસ્ત્ર કાંતિની પ્રેરણા કોની પાસેથી મળી હતી ?
(A) મંગલ પાંડે(B) ભગતસિંહ(C) મહર્ષિ અરવિંદ(D) સુભાષચંદ્ર બોઝ
24. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ?
(A) 1900(B) 1919(C) 1915(D) 1930
25. ‘હિંદ છોડો’ આંદોલનનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
(A) 7 ઓગસ્ટ, 1945(B) 8 ઓગસ્ટ, 1942(C) 15 ઓગસ્ટ, 1947(D) 23 માર્ચ, 1946
26. દાંડીકૂચની યાત્રા દરમિયાન ગાંધીજીની સાથે કેટલા સાથીદારો હતા ?
(A) 101(B) 150(C) 50(D) 78
27. મુંબઈ રાજ્યની અલગ રચના ક્યારે કરવામાં આવી હતી ?
(A) 1960(B) 1950(C) 1956(D) 1948
28. કોના શાસનકાળમાં અમદાવાદમાં ‘શાહીબાગ’ બન્યો હતો ?
(A) અકબર(B) શાહજહાં(C) બાબર(D) જહાંગીર
29. ઔરંગઝૈબનું મૃત્યુ કઈ સાલમાં થયુ હતુ ?
(A) 1707(B) 1600(C) 1616(D) 1556
30. ભારતના 562 રજવાડાઓ પૈકી ગુજરાતમાં કેટલા રજવાડાઓ હતા ?
(A) 400(B) 366(C) 300(D) 500
31. શ્રીકૃષ્ણ ક્યા કૂળના હતા ?
(A) રઘુકૂળ(B) પાંડવકૂળ(C) યાદવકૂળ(D) નંદકૂળ
32. શ્રીકૃષ્ણે ક્યા સ્થળ પાસે દ્વારકા નગરી વસાવી હતી ?
(A) ઓખા(B) સોમનાથ(C) ચોરવાડ(D) કુશસ્થળી
33. હેમચંદ્રાચાર્ય ક્યા રાજાના દરબારના આચાર્ય/ગુરૂ હતા ?
(A) સિદ્ધરાજ જયસિંહ(B) રાજા ભોજ(C) અશોક(D) રાજા ભીમદેવ
34. ચીની મુસાફર ‘હ્યુ – એન – ત્સાંગ’ એ ક્યા રાજાના શાસનકાળમાં ગુજરાતની મુલાકાત લીધી હતી ?
(A) ધરસેન(B) ધ્રુવસેન બીજા(C) ધ્રુવસેન પહેલા(D) શિલાદિત્ય પહેલા
35. ગુજરાતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠનું નામ જણાવો.
(A) નાલંદા વિદ્યાપીઠ(B) ગુજરાત વિદ્યાપીઠ(C) સૌરાષ્ટ્ર વિદ્યાપીઠ(D) વલભી વિદ્યાપીઠ
36. ધોળાવીરાના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ?
(A) કચ્છ(B) અંજાર(C) ખંભાત(D) પાટણ
37. અક્બરના ક્યા દરબારીએ રોકડ મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ દાખલ કરી હતી ?
(A) બિરબલ(B) તાનસેન(C) અબુલ ફઝલ(D) ટોડરમલ
38. ક્ષત્રપ વંશનો શ્રેષ્ઠ શાસનકર્તા ક્યો રાજવી હતો ?
(A) રૂદ્રસિંહ(B) રૂદ્રરાજ(C) રૂદ્રદામા(D) રૂદ્રાવત
39. અંગ્રેજોએ કઈ સાલમાં સુરતમાં પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યુ હતુ ?
(A) 1600(B) 1613(C) 1800(D) 1650
40. ચિત્રમાં દર્શાવેલ સ્થળને ઓળખાવો.

(A) રાણીની (રાણકી) વાવ(B) દાદા હરીની વાવ(C) અડાલજની વાવ(D) અડી કડી વાવ